Expectations only!!

Image
Expectations only!!  કોઈને સારું લગાડવા કે આપણનું સારું દેખાડવા માટે દરરોજ કેટલુય લખાઈ છે ફોટા મૂકાઈ છે, વિડીયો મુકાઇ છે, તાત્પર્ય એકજ છે, મનનો સંતોષ પૂરો કરવો.........expectations only!!  આ સોસીયલ મીડિયામાં અજાણ્યા જાણીતા બનતા જાય છે ને જાણીતા અનજાના!!! કોઈ માણસની માણસ પ્રત્યેની લાગણીઓ છે ને એ હવે એક એકાંતવાસ ની જાણે ચાદર ઓઢીને પડી રહ્યું હોઈ એવું લાગે છે, સાવ લાગણીહીન! મદદ કરવાનો દંભ, કોઈને સહાનુભૂતિ આપી પોતાનો સ્વાર્થ પામવો ,લાલચ , દ્વેષ , અવિશ્વાસ, જલ્દી કમાઈ લેવાની માનોઈચ્છા એ માનવીય મનનું પરિવર્તન નથી તો બીજું શું છે???   માનવીય મન ચંચળતો હતુજ પણ, કળિયુગ તો છે જ સાથે મતલબ યુગ પણ ચાલુ છે !થોડીક બચેલીકુચેલી લાગણીઓ ને હવે ના દ્ફ્નાવો તો સારું છે....! -કૌશલ ધામી

સૂર્યની સોબતમાં ઝળહળતા દિવસ ચાલ્યા ગયા..

સૂર્યની સોબતમાં ઝળહળતા દિવસ ચાલ્યા ગયા,
સાંજ ટાણે ઘર ભણી વળતા દિવસ ચાલ્યા ગયા.

તૂટ્યા ચંપલ હાથમાં લઇ ભરબપોરે દોડતા,
બાળતા ચરણોને બળબળતા દિવસ ચાલ્યા ગયા.

ગાઢ નિંદર, સ્વપ્ન, પાંપણના તિમિર ભેદી સકળ
ઝીણી ઝાકળ જેમ સળવળતા દિવસ ચાલ્યા ગયા.

એ હતા પાષાણ કિંતુ રોજ જળના સ્પર્શથી.
રાતના દરિયામાં ઓગળતા દિવસ ચાલ્યા ગયા.

રાતની તોતીંગ ભીંતો વચ્ચે બેસી એકલા,
કાન માંડી ઘરને સાંભળતા દિવસ ચાલ્યા ગયા.

– હરકિશન જોષી

Comments

Popular posts from this blog

આ કવિતા મારા મિત્રો ને સમર્પિત

ગુજરાતી સાહિત્ય

દહેજ આપવું છે...Dr. Nimit Oza