Posts

Showing posts from 2018

Expectations only!!

Image
Expectations only!!  કોઈને સારું લગાડવા કે આપણનું સારું દેખાડવા માટે દરરોજ કેટલુય લખાઈ છે ફોટા મૂકાઈ છે, વિડીયો મુકાઇ છે, તાત્પર્ય એકજ છે, મનનો સંતોષ પૂરો કરવો.........expectations only!!  આ સોસીયલ મીડિયામાં અજાણ્યા જાણીતા બનતા જાય છે ને જાણીતા અનજાના!!! કોઈ માણસની માણસ પ્રત્યેની લાગણીઓ છે ને એ હવે એક એકાંતવાસ ની જાણે ચાદર ઓઢીને પડી રહ્યું હોઈ એવું લાગે છે, સાવ લાગણીહીન! મદદ કરવાનો દંભ, કોઈને સહાનુભૂતિ આપી પોતાનો સ્વાર્થ પામવો ,લાલચ , દ્વેષ , અવિશ્વાસ, જલ્દી કમાઈ લેવાની માનોઈચ્છા એ માનવીય મનનું પરિવર્તન નથી તો બીજું શું છે???   માનવીય મન ચંચળતો હતુજ પણ, કળિયુગ તો છે જ સાથે મતલબ યુગ પણ ચાલુ છે !થોડીક બચેલીકુચેલી લાગણીઓ ને હવે ના દ્ફ્નાવો તો સારું છે....! -કૌશલ ધામી

દહેજ આપવું છે...Dr. Nimit Oza

દહેજ આપવું છે દહેજમાં એક ફેવિકોલ આપવું છે જે પપ્પાના નામને દીકરીના નામ સાથે કાયમને માટે જોડી રાખી શકે. એક એમ-સીલ વોટરપ્રૂફિંગ એક્સપર્ટ પણ આપવું છે જે દીકરીની આંખોમાંથી ટપકતા પાણીનું કાયમી સોલ્યુશન લાવી શકે. દહેજમાં આપવો છે દીકરીના પપ્પાનો છુટ્ટો હાથ (ખભા સાથે જ મળશે) જે દીકરીના માથા પર કાયમને માટે રહી શકે. દીકરીની અગાશી પર પપ્પાનો હાથ રાખવાનો હેતુ એટલો જ છે કે ચોમાસું હોય કે ન હોય, દીકરીની આંખોમાં ભેજ ઉતરવો જોઈએ નહિ. દહેજમાં આપવું છે એક સ્ક્રેચ ગાર્ડ અને ગોરિલા ગ્લાસ જે દીકરીના શરીર અને જમાઈની સંવેદનાઓ પર પડતા ઉઝરડાઓ અટકાવી શકે. એક ૬૪ GBની પેન ડ્રાઈવ આપવી છે જેમાં દીકરીએ પોતાના ઘરે વિતાવેલો ભૂતકાળ સ્ટોર કરીને રાખેલો છે. દહેજમાં આપવો છે એક સ્પેશીયલ દરવાજો જે બહારની તરફ પણ ખૂલી શકે. જમાઈના ઘરને બારીઓ ન હોય તો ચાલશે, જમાઈના મનમાં બારીઓ હોવી જોઈએ. બોલી શકે એવો અરીસો દહેજમાં આપવો છે જે રોજ સવારે દીકરીને યાદ કરાવી શકે કે તું બહુ જ સુંદર છે. દહેજમાં આપવી છે એક સાવ નવરી ઘડિયાળ. બીજું કોઈ આપે કે નહિ, દીકરીને ઘડિયાળ તો પૂરતો સમય આપશે જ. એક સીસીટીવી દહેજમાં આપવું છે. દીકરીઓ બહુ સારી એક્ટ

ઓચિંતુ કોઇ મને રસ્તે ...– ધ્રુવ ભટ્ટ.

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ? આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ; એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે…. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી; વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી, સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે…. – ધ્રુવ ભટ્ટ.      

હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી , બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી, વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર, છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી, આંખના ખૂણા મેં સાફ કર્યા હતા  કે , ખરી ગયું એ પાણી, એ  યાદ નથી, આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી, જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી, એ વરસ્યો તો ક્યારે એ  યાદ નથી, જીવતા જીવતા ઈચ્છાઓને બધાની, ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી, ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર, પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી.

બધી ચિંતા બાજુએ મુક

ચાલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુએ મુક... ચહેરો રૂબરૂ જોઈએ, ફેસબૂક બાજુએ મુક... મન થી લાઇક કરીએ, અંગુઠો બાજુએ મુક... પાથરી છે અસ્સલ ચટાઈ, સ્ટેટસ બાજુએ મુક... ફ્રેન્ડ તો તું પેહલે થી જ છે, રીક્વેસ્ટ બાજુએ મુક... સુખ દુખ ડાઉન લોડ કરીએ, એપ્લીકેશન બાજુએ મુક... દિલ થી જોડાયલા છે દિલ નાં તાર,   નેટ ફેટ બાજુએ મુક... કાચી કેરીઓ બાઈટ કરીએ, મેગા બાઈટ ગીગા બાઈટ બાજુએ મુક... ઓટો રીચાર્જ થાય છે સંબંધો, ચાર્જર બાજુએ મુક... દિલ ખોલવા મિત્રો જોઈએ, પાસવર્ડ બાજુએ મુક... ચાલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુએ મુક...

आसिफा मरी नहीं, शहीद हुई है

आसिफा मरी नहीं, शहीद हुई है आसिफा तुम मरी नहीं, शहीद हुई हो निर्भया की तरह हमें गर्व है तुमपर। तुम्हारी ही वजह से देश को नया हिन्दू एकता मंच मिला या फिर यूँ कहो कि तुम्हारी वजह से ही यह लॉन्च हो पाया। एक मंदिर बेशक मर गया पर हिन्दू मुस्लिम कुम्भकर्णी नींद से जाग गए अब ये पहले जी भरकर कुम्भकर्णी भोग करेंगे और फिर बेशक सो जाएंगे तुम्हारी वजह से ही देश के लोलुप समाचार पत्र और चैनल नाम और दाम, दोनों कमाएंगे कितने प्रवक्ता फिर अपनी किस्मत आजमा पाएंगे तुम्हारी शहादत ने ही विपक्ष को अवसर देकर लोकतंत्र में फिर से नई जान फूँक दी है तुम्हारी मौत से मोमबत्ती उद्योग फिर से जगमगा गया है सड़कों पर मेला सा लग गया है। कितने ही गरीब आज ज्यादा कमा पाएंगे। वो शख्स वाकई दूरदर्शी था जिसने बेटी बचाओ का नारा दिया था हालांकि नारा अधूरा ही सुनाया गया था पूरा कुछ इस तरह था: बेटी बचाओ रेप कराओ और फिर चुपचाप गुमनाम हो जाओ वरना अपनी जान गँवाओ...

મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે -ડૉ. નિમિત ઓઝા

મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે      -ડૉ. નિમિત ઓઝા કેસેરોલમાં રહેલી છેલ્લી રોટલી આપણને આપીને, ‘મને તો જરાય ભૂખ જ નથી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. રોજ સવારે મંદિરમાં પ્રાર્થના કરતી વખતે, ‘મારે કશું જ જોઈતું નથી’ એવું જ્યારે ઈશ્વરને કહેતી હોય છે ત્યારે મમ્મી એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. આપણી જેમ આપણી નિષ્ફતાઓને વ્હાલ કરીને, આપણી ઉદાસી ઉપર હાથ ફેરવીને ‘બધું સારું થઈ જશે’ એવું કહેતી હોય છે ત્યારે મમ્મી આપણી ઉદાસીને એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. પોતાની આંખોમાં ડાયપર સંતાડી, મમ્મી જ્યારે કોરું કટ્ટ રડતી હોય છે ત્યારે ચહેરા ઉપર ‘મેડ ઇન ચાઈના’ વાળું સ્માઈલ લગાડીને મમ્મી આપણી આંખોને એપ્રિલ ફૂલ બનાવતી હોય છે. આપણી સાથે આખી રાત જાગીને ‘મને તો ઊંઘ જ નથી આવતી’ એવું જ્યારે કહેતી હોય છે ત્યારે મમ્મી ઉજાગરાને એપ્રિલ ફૂલ કહેતી હોય છે. છાતીમાં દુખતું હોય કે ઘૂંટણનો દુઃખાવો હોય, માથું દુખે કે તાવ આવતો હોય, મમ્મી વાત વાતમાં એપ્રિલ ફૂલ બનાવે. બીમારીએ પોતાના શરીરમાં નિમંત્રણ કાર્ડ છપાવીને ઉદઘાટન કરેલું હોય તેમ છતાં મમ્મીને તો એ વાતની જાણ ક્યારેય હોતી જ નથી. પોતાના મજબૂત મ

History Behind APRIL FOOL.જાણો એપ્રિલ ફૂલ પાછળ નો ઇતિહાસ.--શૈલેષભાઇ સગપરિયા

Image
આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે. મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે. ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો. 1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે. હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને 2જી તારીખ પછી સીધી જ 14મી તારીખ આવી. 1752ના સપ્ટેમ્બર મહીનામાં બધાએ 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પગા

આ કવિતા મારા મિત્રો ને સમર્પિત

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! મસ્તીને મસ્તી સમજવાવાળા દોસ્તો મળવા, એ પણ એક નસીબની વાત છે સાહેબ !! જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો નહીં લાગે, જો તમે તમારા સાચા દોસ્ત સાથે ચાલતા હોય !! જિંદગી આપણને સારા દોસ્ત આપે છે, પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે !! સાચા મિત્રો એ જ છે, જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !! જો તમે તમારા મિત્રો સાથે ઝઘડતા નથી, તો તમારી મિત્રતા સાચી નથી !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ, જયારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !! જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !! પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય છે !! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !! દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, જેનામાં આપણા ક

ખુદ ને ખુદ સાથે મળવાનું રહી ગયું...✍કૌશલ ધામી

Image

સૂર્યની સોબતમાં ઝળહળતા દિવસ ચાલ્યા ગયા..

Image
સૂર્યની સોબતમાં ઝળહળતા દિવસ ચાલ્યા ગયા, સાંજ ટાણે ઘર ભણી વળતા દિવસ ચાલ્યા ગયા. તૂટ્યા ચંપલ હાથમાં લઇ ભરબપોરે દોડતા, બાળતા ચરણોને બળબળતા દિવસ ચાલ્યા ગયા. ગાઢ નિંદર, સ્વપ્ન, પાંપણના તિમિર ભેદી સકળ ઝીણી ઝાકળ જેમ સળવળતા દિવસ ચાલ્યા ગયા. એ હતા પાષાણ કિંતુ રોજ જળના સ્પર્શથી. રાતના દરિયામાં ઓગળતા દિવસ ચાલ્યા ગયા. રાતની તોતીંગ ભીંતો વચ્ચે બેસી એકલા, કાન માંડી ઘરને સાંભળતા દિવસ ચાલ્યા ગયા. – હરકિશન જોષી

વાત મુદ્દાની.

                    ☢સાંભળેલી વાત.................કૌશલ ધામી .. આજે એક ભાઈ એટલે કે પપ્પાના મિત્ર ઘરે આવ્યા.સ્વભાવે ખુબજ સારા,થોડું ઓછુ ભણેલા પણ કોઠાસુજવાળા,ભણતર ના આગ્રહી ,એનો એક છોકરો એમ.બી.બી.એસ. કરે અને એક છોકરી યુ.પી.એસ.સી. પરીક્ષાની જોમ થી તૈયારી કરે......વાત વાત માં વાત નીકળી અને હું સંભાળતો તો કે પત્થર ની શું પૂજા કરવી ??મંદિર શું જવું ??પત્થર પુજવાથી થોળા ભગવાન મળવાના !! એને કીધું કે હું મંદિરે જતો જ નથી પણ હું નાસ્તિક નથી ..હા મંદિરે જાવ પણ સારું હોઈ તો એની કોતરણી જોવા કે સારો બગીચો બનાવેલો હોઈ તો ..બાકી પૂજા કરવા નય.....એને એમ પણ ઉમેર્યું કે હું કોઈ ધર્મ નો વિરોધી નથી પણ "ધર્મ ના નામે જે ધતિંગ ચાલે છે એનો હું વિરોધી છુ " ------------------------------------------------------------------------------------ હવે આના પર મારા વિચાર....(હું કોઈ ધર્મનો વિરોધી નથી ) 'જો ભારતની અંદર દિવસે ને દિવસે જેટલા મંદિર બંધાય છે એના ૧૦%પણ જો સારી લેબોરેટરી ,શાળાઓની સુવિધા ,રીસર્ચ સેન્ટરો ,બન્યા હોત તો આંજે આજનું ભારત બદલાયેલું હોત ..ભારતના નાગરિકોને ફોરેન દેશ માં જવું ના પ