Expectations only!!

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!
થોડાક સમજું અને વધારે દીવાના છે,
મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !!
મસ્તીને મસ્તી સમજવાવાળા દોસ્તો મળવા,
એ પણ એક નસીબની વાત છે સાહેબ !!
જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો નહીં લાગે,
જો તમે તમારા સાચા દોસ્ત સાથે ચાલતા હોય !!
જિંદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે !!
સાચા મિત્રો એ જ છે,
જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !!
જો તમે તમારા મિત્રો સાથે ઝઘડતા નથી,
તો તમારી મિત્રતા સાચી નથી !!
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ,
જયારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે !!
નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે,
એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય છે !!
જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ,
તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી,
જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
Comments
Post a Comment